સાવ અટપટુ ગણિત છે સબઁધોનુ,સમજી ના શક્યા,
સઁવેદનોના સરવાળા કર્યા કે જવાબો વેદના નીક્ળ્યા.
પગલાની છાપો ભૂસી મારગે શમણાનો કાફ્લો-વધી
ગયો કે આગળ કોઈ વળાઁકે મળી જાય જિઁદગી…………….

વાળી લીધું મન

પ્રિય, લો મેં તમારી જેમ વાળી લીધું મન
હવે તો નિરાંત ? નહિ વિરહ નહિ મિલન

સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન
રંગ રંગી, પ્હેરી લીધું ચીતર્ નિ:સંગ
ગલી ભણી નહીં, હવે ઉલટો જ પંથ !

પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
વાતનો સરસ કેવો આવી ગયો અંત !

એકમેકને અજાણ એમ ધારે ધારે
ફરવું સંભાળી, મળવું ન મઝધારે ;
રખે પેલો પ્રેમ પાછો આવી છાનેમાનો
બાંધી લિયે આપણને પાકા કોઇ તારે.

વરસી વરસી પ્રિય વેરાયું વાદળ
રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.


...પરંતુ હકીકત એ હોય છે ખરી?????
ખરેખર મન વાળી લેવાથી વળે છે ?

તારે અને મારે હવે કોઇ સગપણ નથી,
મનને પૂછો હજુ પણ કોઇ વળગણ નથી ?
ઢીંગલા ઢીગલીની આ કોઇ રમત તો નથી
સહજ કહીગયા તમે?કોઇ અવઢવ પણ નથી?

મને એ જ સમજાતુ નથી કે આવું શાને થાય છે

મને એ જ સમજાતુ નથી કે આવું શાને થાય છે
ફુલડા ડુબી જાય ત્યાં પથ્થરો તરી જાય છે.

ટળવળે તરસ્યા, ત્યાં જે વાદળી વેરણ બને
તેજ રણમા ધુમ મૂશળધાર વરસી જાય છે.

ઘર-હિણા ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર
ને ગગનચુંબી મહેલો જનસૂના રહી જાય છે.

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે.

કામધેનુ ને મળે ના એક સૂકું તણખલું
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.

છે ગરીબો ના કુબામાં તેલ ટીંપુય દોહ્યલું
ને શ્રીમંતોની કબર પર ઘીના દિવા થાય છે.

અહી એમના વિચારો થી જીવન જીવાય છે
અને ત્યાં અમને જીવતેજીવ મરાય છે

મને એનું નથી દુઃખ કે મુલાકાતો નથી થાતી !

મને એનું નથી દુઃખ કે મુલાકાતો નથી થાતી !
બધે સળગે છે ચિરાગ ને અહીં રાતો નથી થાતી.

જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો,
બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.

હતી એ વાત જુદી કે સતત એ આવતા મળવા,
હવે હું જાઉં છું તોપણ મુલાકાતો નથી થાતી.

કોઇની લાગણીને સાચવી લેવાનું આ ફળ છે,
અમારાથી અમસ્તી પણ કશી વાતો નથી થાતી.

છેલ્લું ડગલું

સાંજ ઢળી,
એક વધારે ડગલું ભર્યું,
મંઝિલ તરફ!
મઝિલ એટલે ?
મોત…
રોજ જિંદગી ખર્ચુ છું,
રોજ કેલેન્ડરનું એક પત્તુ ફાડી,
દિવસો ઘટાડું છું.
કોને ખબર ક્યું ડગલું,
છેલ્લું ડગલું હશે?
અને પછી ચાલવું નહીં પડે...
છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,....કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે ?

પાંદડી વાયરાને વળગી શું કામ ?

પાંદડી વાયરાને વળગી શું કામ ?

ડાળ ઉપર ઝૂલતી’તી
ડાળ ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?

પાંદડી વાયરાને વળગી શું કામ ?

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?

પાંદડી વાયરાને વળગી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?

કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે

કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે,
તમે કહો તો કરું વાત અંધકાર વિષે.

ન કોઈ ડાળે રહસ્યોનાં પાંદડા ફૂટ્યા,
કળીના હોઠ ઊઘડતા નથી બહાર વિષે.

સતત થતા રહ્યા વચમાં મરણના ઉલ્લેખો,
ને વાત ચાલી હતી તારા ઈંતેઝાર વિષે.

બિચારો દર્દી કશું બોલતો નથી ને છતાં,
તબીબો ઝઘડે છે આપસમાં સારવાર વિષે.

બીક ના બતાવો !


મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

Listen this song
આંખોનું અપમાન કરતાં આંસુઓ મને જોઈતાં નથી. મારે તો આંખોમાં ઓગળી જાય એવા પહાડ જોઈએ છીએ. રડવું હોય તો ભલે રડવું પણ રોતલવેડા નહીં. ભલે આંખમાં ઝળઝળિયાં હોય પણ એ ખડક જેવો કઠોર હોય. ઢીલી મુઠ્ઠીનું કાયમને માટે ખોદકામ કરી નાખ્યું છે. મારે મજબૂરી નહીં પણ મજબૂતી જોઈએ છે. માત્ર શરીરની નહીં, મનની પણ.

દુર્દશાનો એટલો આભાર હોય છે


બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું !
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.

જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.

આવશે


હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે

ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે

હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે

રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે

તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે

સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે

આમ અચાનક જાવું નો’તું


આમ અચાનક જાવું નો’તું,
જાવું’તું તો તરુવર ફરતું વેલી શું વીંટળાવું નો’તું!

તેં મનભર મુજને એવું ચાહ્યું
કે ઊખડી તું એનું દુખ થયું જે કોઈને ના જાય કહ્યું,

તેં મનભર મુજને એવું ચાહ્યું
કે ઊખડી તું એનું દુખ થયું જે કોઈને ના જાય કહ્યું,
જાવું’તું તો ચંદરને થઈ એક ચકોરી તારે ચાહવું નો’તું!

તેં પ્રણયામૃત એક પાત્ર ધર્યું,
મુજ કાજે શું શું તેં ના કર્યું, પણ આજ ભાગ્યનું ચક્ર ફર્યું,

તેં પ્રણયામૃત એક પાત્ર ધર્યું,
મુજ કાજે શું શું તેં ના કર્યું, પણ આજ ભાગ્યનું ચક્ર ફર્યું,
જાવું’તું તો ખોબે ખોબે હ્રદયસભર અમી આપવું નો’તું!

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
જનમ જનમ યાદ રહી જાય એ ગાણું તારે ગાવું નો’તું!

Listen this song
Silence doesn’t mean you don’t care…it means letting things make their way without impediment.
સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે..... હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.....મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.....છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે
શું બાદ, શું વત્તા કરું નક્કી કરો ! ખાલી જગામાં શું ભરું, નક્કી કરો !..... કઈ હદ પછી, અનહદ ગણી લેશો મને ? હું કેટલો, ક્યાં વિસ્તરું નક્કી કરો !
અચાનકનો એક આંચકો જ ભારે પડી ગયો અમને,
બાકી તો ભૂકંપ પણ ક્યાં નથી પચાવી જાણ્યાં અમે…!!

નક્કી આજનો દિવસ કઈક ખાસ છે

આંખ ની નીચે કાળા ડીબાંગ વાદળો, નક્કી આજનો દિવસ કઈક ખાસ છે,
મારા દિલની આગાહી છે કે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે

ક્યાંક લીલાછમ પાંદડા અને ક્યાંક રણ નો અહેસાસ છે,
બાકીતો હું ઘણું લખી જાણું છું, પણ આજે ના તો શબ્દો છે ના પ્રાસ છે
events come & go, words come & disappear.......knowledge comes....stays......in the sub conscious mind....but love.......that's the beginning......the interval......no, never the end......but Eternal...... !
just because she comes off strong doesn't mean she didn't fall asleep crying, even though she acts like nothing is wrong, maybe she's just really good at lying.

સમય શીખવે છે : મનસુખ નારિયા

અહીં ઊગવાનું સમય શીખવે છે,
અને ડૂબવાનું સમય શીખવે છે.

કદી રક્તમાં છેક પહોંચી જઈને,
કદી છૂપવાનું સમય શીખવે છે.

સંબંધો તમે માંડ જોડી શકો ત્યાં,
ફરી તૂટવાનું સમય શીખવે છે.

બધાં પથ્થર સામસામે ઉગામે,
છતાં પૂજવાનું સમય શીખવે છે.

સફરમાં ન સામાન લેશો અહીં તો,
બધું મૂકવાનું સમય શીખવે છે.

છે જન્મોજનમ બંધનો એ તજીને,
સતત છૂટવાનું સમય શીખવે છે.

કદીયે દિશાઓ અને પંથ વિશે,
નહીં પૂછવાનું સમય શીખવે છે.

યુગો-ને સદી ને ક્ષણોની યે સામે,
કદી ઝૂકવાનું સમય શીખવે છે.
ક્યારેક રડતી આંખે હસતા હોઠોનું નાટક પણ કરવું પડતું હોય છે. આપણે સંજોગોને અનુરુપ પાત્ર ભજવવામાં એવાં ઓતપ્રોત થઈ જઈએ છીએ કે, જિંદગીનું ‘નાટક’ સમજવું પણ મુશ્કેલ બની જતું હોય છે. અને અંતે, જીવનમાં ‘જીવન’ રહેતું જ નથી.
જિંદગીનો આ ય એક બદલાયેલો રંગ જ છે. જિંદગી કેવી કેવી ગોઠવણો કરે છે. માણસને ક્યાં ક્યાં લઈ જાય છે! બધુ જ પ્રિ-પ્લાન છે. પણ માણસને એની ક્યાં ખબર હોય છે. નહિંતર આટલા વરસે -

આપણી વચ્ચે હતી : ખલીલ ધનતેજવી


તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી.

આપણે એકાંતમાં ક્યારેય ભેગાં ક્યાં થયાં ?
તો ય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી.

આપણે એક સાથે શ્વાસોચ્છ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી.

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું,
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી.

આપણે તો પ્રેમના અરમાન પૂરવાના હતા,
ક્યાં અજૂગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી ?

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી ?

યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ,
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી ?

એવું કાંઇ નહીં ! - ભગવતીકુમાર શર્મા


હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !

ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

કોઇ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઇ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઇના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમ્રોમે સંવાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

Listen this song

હજુ પણ તમારી સતત યાદ આવે - કવિ મેઘબિંદુ


હજુ પણ તમારી સતત યાદ આવે
હજુ રમેલી રમત યાદ આવે

તમે આંસુઓને જે પાલવથી લૂછ્યાં
ભીની લાગણીની મમત યાદ આવે

મહેકતા ફૂલોને હું જોવું છું જ્યારે
ગૂંથેલી તે માળા તરત યાદ આવે

કહેવા ચાહું નામ તારું હું સૌને
પણ નક્કી કરેલી શરત યાદ આવે

રગેરગ હું મહેકું છું તારે લીધે તો
પળેપળ વીતેલો વખત યાદ આવે

Listen this song